કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સમસ્ત ખવાસ રજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે

નગરપાલિકાની આરોગ્ય શાખાનો સહયોગ મળશે: જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવા અનુરોધ

વાંકાનેર ખાતે મોરબી નગરપાલિકાની આરોગ્ય શાખા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા આગામી તારીખ ૩ મેના રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગર પાલિકા તેમજ દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ રજપૂત સમાજ વાંકાનેરના ઉપક્રમે પ્રધાનમંત્રી યોજના મુજબ જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરૂરીયાતમંદ પરિવાર માટે નિઃશુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.

જેમાં તારીખ ૦૩-૦૫-૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ દરમિયાન ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક, વાંકાનેર ખાતે કેમ્પ યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટનું દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રહેશે; જયારે અતિથીવિશેષ તરીકે MLA જીતુભાઇ સોમાણી ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો સમાજના લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોકયુમેન્ટની વાત કરીએ તો ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ અને આધારકાર્ડ સાથે રાખવું આવશ્યક છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!