ધમલપર ગામે ચિત્ર સ્પર્ધા, શેખરડી ગામે ગુરુશિબિર તેમજ કાછીયાગાળા ગામે લઘુશિબિર યોજાઈ
વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે ગુરુશિબિર, લઘુશિબિર અને ચિત્રસ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું…


ભારતમા કૂદકે ને ભૂસકે વધી રહેલી વસ્તી એ દેશની સૌથી મોટી સમસ્યા છે. આઝાદી મળી ત્યારે દેશની વસ્તી ૩૬ કરોડ હતી જે આજે ૧૪૬ કરોડનો આંક વટાવી ચુકી છે. વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે પ્રા.આ.કેન્દ્ર દલડી દ્વારા મેડિકલ ઓફિસર ડૉ. સાહિના અન્સારીના માર્ગદર્શન હેઠળ શેખરડી ગામે ગુરુશિબિર તેમજ કાછીયાગાળા ગામે લઘુશિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ શિબિરમાં પ્રા.આ.કે–દલડીના સુપરવાઇઝર શ્રી કાળુભાઇ આંતરેશા દ્વારા વસ્તી વધારાના તેમજ દેશમા વધતી જતી વસ્તીને કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. તેમજ પ્રા.આ.કે–દલડીના એ.એન.એમ. બહેનો વંદનાબેન સોલંકી તેમજ નીધીબેન નંદાસીયા દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ વિશે લોકોને માહિતી આપી હતી. પ્રા.આ.કે–દલડીના ફિ.હે.સુ. કસ્તુરીબેન દેગમા દ્વારા લોકોને “નાનુ કુટુબ, સુખી કુટુંબ” ની સમજ આપવામા આવી હતી.

આ ઉપરાંત ધમલપર ગામે પ્રા.શાળામા ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ ખુબ સરસ ચિત્રો દોર્યા હતા. પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા. ચિત્રસ્પર્ધાનું આયોજન સફળ બનાવવા mphw દિનેશભાઇ ધોરીયા, સંજય ડેંગળા તેમજ શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી.


