કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત ગામડાઓમાં કેમ્પ

જાલી, વિનયગઢ/વિઠ્ઠલગઢ, જાલીડા, વિઠ્ઠલપર, જાલસીકા/વસુંધરા, વાલાસણ, જાંબુડીયા (ભાયાતી), જાંબુડીયા (વીડી) અને જામસર/નાગલપરનો સમાવેશ
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના નવા લાભાર્થીઓની નોંધણી અને નવા જનધન ખાતા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે

વાંકાનેર: ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી વાંકાનેર તાલુકામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના જાલી અને વિનયગઢ/વિઠ્ઠલગઢ ખાતે, ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ જાલીડા અને વિઠ્ઠલપર ખાતે, ૩૦/૦૭/૨૦૨૫ ના જાલસીકા/વસુંધરા અને વાલાસણ ખાતે, ૩૧/૦૭/૨૦૨૫ ના જાંબુડીયા (ભાયાતી) ખાતે ખાસ કેમ્પ યોજાશે. ૦૧/૦૮/૨૦૨૫ ના વાંકાનેર તાલુકાના જાંબુડીયા (વીડી) ખાતે તેમજ ૦૨/૦૮/૨૦૨૫ ના તાલુકાના જામસર/નાગલપર ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં મુખ્ય પાંચ સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવશે. જે અન્વયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી કરાવવામાં આવશે. ઉપરાંત નવા જનધન ખાતા ખોલી આપવામાં આવશે અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!