નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ
મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ હતો તથા 50 બોટલ બ્લડની એકત્રિત કરવામાં આવી હતી જેમાં મોમીન સમાજ દ્વારા આ કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી
આ કેમ્પના આયોજન બદલ તમામ આયોજકોને ટંકારા ના સરપંચ ઉપસરપંચ તેમજ માજી સરપંચ તથા ટંકારા તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા બિરદાવામાં આવ્યા હતા