ગારીડા, તીથવા, ગારીયા, વઘાસીયા, ઘીયાવડ/વણજારા, વાલાસણ, હસનપર, વાંકીયા, હોલમઢ અને વરડુસરનો સમાવેશ
ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે…
દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે…
આ કેમ્પના ભાગરૂપે આગામી ૨૧/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના ગારીડા અને તીથવા તથા ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ખાતે ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના ગારીયા અને વઘાસીયા ખાતે તથા ટંકારા તાલુકાના કલ્યાણપુર, ૨૩/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના ઘીયાવડ/વણજારા અને વાલાસણ તથા 
ટંકારા તાલુકાના ખાખરા ખાતે, ૨૪/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના હસનપર અને વાંકીયા તથા ટંકારા તાલુકાના લજાઈ તેમજ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના હોલમઢ અને વરડુસર તથા ટંકારા તાલુકાના લખધીરગઢ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે…
આ કેમ્પમાં મુખ્ય પાંચ સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવશે. જે અન્વયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી કરાવવામાં આવશે. ઉપરાંત નવા જનધન ખાતા ખોલી આપવામાં આવશે અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે…
