કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું

જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે

નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ હરામ કરી શકે છે. NMC દ્રારા જારી કરવામાં આવેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, બધા તબીબોએ જેનેરિક દવાઓ લખવી પડશે, એમ નહીં કરનારા તબીબોને સજા કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. NMCએ ડૉક્ટર્સને બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહ્યું છે.


નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશષનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે. તબીબોએ અત્યારે માત્ર જેનેરિક દવાઓ લખવાની આવશ્યકતા હોય છે. પરંતુ Medical Council of India (MCI) દ્રારા 2002માં બનાવવામાં આવેલા નિયમોમાં કોઇ સજાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં નહોતા આવ્યો. નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે
NMCના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે. એટલા જેનેરિક દવાઓ લખવાથી આરોગ્ય સારવારનો ખર્ચ ઘટશે.


બ્રાન્ડેડ જેનરિક દવા એવી છે જે પેટન્ટમાંથી બહાર નીકળી ગઈ છે અને તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થાય છે અને વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ આવૃત્તિઓ કરતાં ઓછી ખર્ચાળ હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર ઓછું નિયમનકારી નિયંત્રણ છે.


નવા નિયમોમાં કહેવામા આવ્યુ છે કે દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટિશનર (RMP)એ સ્પષ્ટ રીતે લખેલા જેનેરિક નામોનો ઉપયોગ કરીને દવા લખવી જોઇએ.


જો કોઈ નિયમનું ઉલ્લંઘન થાય છે, તો ડૉક્ટરને નિયમો વિશે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી શકે છે અથવા નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને વ્યાવસાયિક તાલીમ પર વર્કશોપ અથવા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી શકે છે.


બ્રાન્ડેડ દવા અને જેનેરિક દવાઓના તફાવતને જો સામાન્ય ભાષામાં સમજીએ તો જે રસાયણો અને જે ફોર્મ્યુલા દ્રારા દવા બને અને જ્યારે આ દવા મોટી કંપનીઓ તેમનું લેબલ લગાવે એટલે બ્રાન્ડેડ થઇ જાય છે. પરંતુ એ જ દવા સરખી પ્રોસેસ દ્રારા નાની કંપનીઓ બનાવે છે તેને બજારમાં જેનેરિક દવાઓ કહેવામાં આવે છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!