કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની સેવાનો લાભ મળશે
વાંકાનેર: તાલુકાના કોઠી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની યાદીમાં જણાવવા આવ્યું છે કે જીલ્લાના માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી & મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા
GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્તથી તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કોઠી ખાતે સવારે ૯:૩૦ થી બપોરે ૦૧:૩૦ વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સર રોગના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરો સેવા આપવા માટે હાજર રહેશે. આથી વાંકાનેર તાલુકાની જનતાને કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા માટે જણાવવામા આવે છે