વાંકાનેર: અમરસર ચેક પોસ્ટ ખાતે રાતના અગિયાર વાગ્યે એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજકોટ રોડ અમરસર ચેક પોસ્ટ ખાતે રાહુલભાઈ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે (ઉ.વ.૨૦) રહે. સોનીપત (હરીયાણા) વાળાની બેગમાથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૪ કિંમત 10960 નો મુદામાલ કબ્જે કરેલ છે.
કાર્યવાહીમાં (1) પો.કોન્સ બ.નં-૬૦૯ વાંકાનેર સીટી પો.સ્ટે વનરાજસિંહ (2) મનુભાઈ પરમાર, (3) પો.હેડ કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, (4) પો.કોન્સ ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, (5) જનકભાઈ વલ્લભભાઈ ચાવડા, (6) દર્ષીતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા (7) દિનેશભાઈ વશરામભાઈ સોલંકી રોકાયેલ હતા.
દેશી:
(1) પંચાસરના રાજેશ નરશીભાઈ પનારા અને (2) આરોગ્યનગર સ્કૂલ પાછળ રહેતા સલમાન રફીકભાઇ કાસમાણી પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ભરવાડપરા શેરી નં 8 માં રહેતા રાજેન્દ્ર રમેશભાઈ બરેડીયા અને (2) સણોસરાના બાબુભાઇ ઓઘડભાઈ ફાંગલીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો