કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મિલપ્લોટ અને જીનપરામાંથી ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ અમરપરા અને જીનપરાના શખ્સોને ઈંગ્લીશ બોટલો સાથે પકડયા છે.

પહેલા કિસ્સામાં મિલપ્લોટ ચોકમાં અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે-રાજપુત (ઉ.વ.૪૬) રહે. મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ વાળાની ખંભા પાછળ

કાળા કલરના થેલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૨ મળી આવતા મુદામાલ કિંમત રૂ.૩૨૦૦/- સાથે પોલીસ ખાતાએ ધરપકડ કરેલ છે.

બીજા કિસ્સામાં વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી સાગરભાઈ શામજીભાઈ સોલંકી જાતે-કોળી (ઉ.વ.૨૧) રહે. જીનપરા શેરી નં-૧૩ રામજી મંદિર પાસે

વાંકાનેર વાળાની પ્લાસ્ટીકની કોથળીમાં બીયરના ટીન નંગ-૦૪ કી.રૂ.૪૦૦/- મળી આવતા પોલીસ ખાતાએ ધરપકડ કરેલ છે અને બંને આરોપી સામે પ્રોહી.

કલમ-૬૫એ. ૧૧૬(બી) મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

હથિયાર સાથે:
કુંભારપરાના અશ્વિન મધુભાઈ સારલા પાસેથી અને સરતાનપર માટેલ રોડ સંસ્કાર જોન્સન કારખાના પાસે રહેતા સંજય લવીંગભાઇ મંદુરીયા પાસેથી લાકડાનો ધોકો મળી આવતા હથિયાર પ્રતિબંધના જાહેરનામાના ભંગ સબબ પોલીસ કાર્યવાહી
દારૂ સાથે:
ભીમગુડાના ગોપાલ અવચરભાઈ ચારલા પાસેથી 68 કોથળી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
જીનપરા શેરી નં 4 માં રહેતા મયુરસિંહ કિરીટસિંહ ઝાલા અને આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાછળ રહેતા જીવણ ધીરુભાઈ પીપળીયા પીધેલ પકડાયા છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!