કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભોજપરાના વાદીને દબોચી સોનાની માળા કબ્જે

‘બચ્ચે તેરા કલ્યાણ હો જાયેંગા’ કહીં કારખાનેદારની રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થનાર ઝડપાયા

વાંકાનેર: અહીંના મોટા ભોજપરાના રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થયેલા વાદી સહિત શખ્સોને પોલીસ ખાતાએ પકડી પડેલ છે… જાણવા મળ્યા મુજબ ગોંડલના મોવિયા ગામે ભાલાળા શેરીમાં રહેતાં કાન્તીભાઇ ઘુસાભાઇ ભાલાળા (ઉ.વ.63) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યો સાધુ અને સફેદ કલરની કારના ચાલકનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામની સાથે ગોંડલ માર્કેટીંગ યાર્ડમા અક્ષય એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ સુભાંગ પ્રોડકટ નામની મોવીયા ગામે ફેકટરી ધરાવી વેપાર કરે છે. ગઇ તા.2 ના રોજ સવારના સમયે તેઓ માંડણકુંડલા રોડ ઉપર માંડણઆશ્રમ પાસે આવેલ વાડીએ આંટો મારવા ગયેલ હતાં. વાડીએથી તેઓ ઘરે આવતાં હતાં.ત્યારે મોવીયામાં ગોવિંદનગર બસ સ્ટેન્ડથી શ્રીનાથગઢના દરવાજા તેરીકે ઓળખાતા વિસ્તારમા પહોંચતા પાછળથી એક સફેદ કલરની કાર આવેલ અને હોર્ન મારતી હોય જેથી તેને સાઇડ આપતા તેને કાર આગળ કરી કાર ચાલકે ગાડી ઉભી રાખી તેને કહેલ કે, બાપુ દિગમ્બર અઘોરી ગીરનારી છે તે શીવરાત્રીના મેળામા પોતે લંગોટથી ગાડી ખેંચે છે અને પોતે એક મહાત્મા છે…જેના દર્શન કરવા તે એક લાહવો છે તેમ વાત કરેલ હતી. જેથી તેઓ બાઈકમાંથી નિચે ઉતરી મહાત્મા સાધુના દર્શન કરેલ અને ગાડીમાં બેસેલ સાધુ મહાત્માએ તેના શરીરે ભભુતી ચોપડેલ હોય અને સાધુએ કહેલ કે, બચ્ચે તેરા કલ્યાણ હો જાયે જેથી કાર ચાલકે જણાવેલ કે, આ બાપુ દિગમ્બર અધોરી ગીરનારી છે, જેને તમે કંઈક આપો તો તમારૂ જે કંઈ પણ દુ:ખ દર્દ કે આર્થીક મુશ્કેલીઓ હોય તે દુર થઇ તમારૂ કલ્યાણ થઇ જશે, જેથી સાધુને તેઓએ રૂ.20 ની નોટ આપતા તે સાધુએ તેમની પાસે એક રૂદ્રાક્ષનો પારો હોય જે રૂ.20 ની નોટમા મુકી પડીકુ વાળી પરત આપી કહેલ કે, આ રૂદ્રાક્ષના પારા વાળી નોટ ઘરમા સાચવીને રાખજે, તારૂ કલ્યાણ થઇ જશે, બાપુ દિવ્યદર્શન ભાગ્યે જ કોઇને આપે છે…તેમ કહી સાધુએ કહેલ કે, તારા ગાળામા જે માળા છે તે હુ વીધી કરી તને પાછી આપી દઈશ તેમ કહીં વિશ્વાસ આપતા તેઓએ ગાળામા રહેલ સોનાની માળા તે સાધુને આપેલ અને વાતચીત દરમિયાન કાર ચાલકે એકદમ ગાડી ચલાવી ગોવિંદનગર બસ સ્ટેન્ડ તરફ જતો રહેલ હતો. તેઓ બાઈક લઈ કારની પાછળ ગયેલ પણ તે ક્યાંય જોવા મળેલ નહીં, ત્યારબાદ જાણવા મળેલ કે, સાધુ અને ગાડીનો ડ્રાઇવર બન્નેએ તેમની સાથે વિશ્વાસઘાત કરી રૂ.2.20 લાખની સોનાની રૂદ્રાક્ષની માળા લઈ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે બેલડીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની રાહબરીમાં ટીમે (૧) નેનુનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી રહે. સારસણા વાદીપરા તા. થાન તથા અને (૨) સુરજનાથ જવરનાથ સોલંકી વીંગ રહે. મોટા ભોજપરા વાદી વસાહત તા. વાંકાનેરને હયુન્ડાઇ આઇ-૧૦ કાર રજી. નં. જી.જે.03 એચ.કે. ૯૪૩૯ કી.રૂ. ૨,૫૦,૦૦૦/, સોનાની રૂદ્રાક્ષના પાળાની માળાની કી.રૂ. ૨,૨૦,૦૦૦/, રોકડા રૂપિયા ૫૦૦૦/ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫૦૦/ તથા મળી કુલ ૪.૭૫ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા…પકડાયેલ બન્ને આરોપીઓ ઉપરોક્ત ગુન્હા સીવાય સુલ્તાનપુર પાસે દેવડા ગામ તથા અમરેલી ચરખા, બાબરા વિગેરે જગ્યાએ આજ રીતે સાધુનો વેશ ધારણ કરી લોકોને સાધુ હોવાનું કહી વિશ્વાસમાં લઈ દાગીના તથા રોકડ રૂપિયા લઇ જતા રહેલ તથા લઈ જવા પ્રયાસો કર્યાની કબુલાત આપી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!