હથિયાર સાથે ચાર ઝડપાયા
નશો કરી વાહન ચલાવતા પકડાયા
ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા ખાતે ખીજડિયા ચોકડી પાસે શાકભાજી લેવા માટે બાઈક ઉપર જઈ રહેલા જીતેન્દ્ર કરશનભાઈ પડાયા રહે. બંગાવડી વાળાને જીજે – 36 – એએલ – 8191 નંબરના કાર ચાલકે હડફેટે લઈ પગના ભાગે ઈજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.હથિયાર સાથે ચાર ઝડપાયા
(1) ટંકારા અશાબાપીરની દરગાહ પાસે સો વારીયા પ્લોટમાં રહેતા અમજદભાઈ હુશેનભાઇ બ્લોચ કલ્યાણપર ગામના પાટિયા પાસેથી (2) મીતાણાના ભવાનસિંહ પ્રવિણસિંહ જાડેજા પીધેલ હાલતમાં પોલીસ સ્ટેશને લઇ આવતા (3) નેકનામ ભીલવાસમાં રહેતા સંજય મોહનભાઇ ચૌહાણ નેકનામ પોલીસ ચોકી સામે રોડ પરથી અને (4) નેકનામના જ ભીલવાસમાં રહેતા પ્રકાશ છગનભાઇ પરમારને ભીલવાસમાંથી હથિયાર સાથે પોલીસ ખાતાએ પકડેલ છે અને ગુન્હો જી.પી.એકટ કલમ- ૩૭(૧),૧૩૫ મુજબ અને મહે. જિલ્લા મેજી.સા.મોરબી નાઓનો હથીયાર બંદી જાહેરનામા નો ભંગ કરી મળી આવતા ગુનો નોંધાયો છે….નશો કરી વાહન ચલાવતા પકડાયા
ટંકારા અશાબાપીરની દરગાહ પાછળ ખારામા રહેતા હાજીશા હુશૈનશા શેખ (ઉ.32) વાળા નગરદરવાજા પાસે પોતાનાં હવાલા વાળુ આગળ-પાછળ નંબર પ્લેટ વગરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના ચેસીસ નંબર MBLHAW231P5A5027 વાળા ની કિ.રૂ.૧૦,૦૦૦/- વાળી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પી ને ચલાવતા પકડાતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી એકટ કલમ- ૬૬-૧-બી, મુજબ નોંધાયો છે…