વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ

જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિને

ઈજાઓ પહોંચતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું અને
અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોચ્યાના અહેવાલ મળી રહ્યા છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

