જાડેજા યુવાન સાથેની મકનસર પાસેની ઘટના
વાંકાનેર: કચ્છથી વાંકાનેર આવતા એક યુવાનનો મકનસર ગામ પાસે અકસ્માત થતા ઇજા થયેલ છે….
જાણવા મળ્યા મુજબ કચ્છના ઉદરોડી ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા દર્શનસિંહ સૂર્યસિંહ જાડેજા નામનો 28 વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસેથી કારમાં આવતો હતો. ત્યાં અચાનક કૂતરું આડુ ઉતરતા કારના સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી…
તેઓ કચ્છથી વાંકાનેર આવતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બનેલ જેમાં ઈજા થતાં દર્શનસિંહને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી…