જેપુર અને થાનના શખ્સ પકડાયા
વાંકાનેર: વસુંધરા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને એરપોર્ટ પોલીસે ઝડપી લઇ ગુનો નોંધેલ છે….એરપોર્ટ પોલીસ સ્ટેશન પી.આઇ. આઇ.એન.સાવલીયાનાં માર્ગદર્શન હેઠળ વસુંધરા ગામ તરફ જતા કાચા રોડ પર ખાનગી કંપનીનાં પ્લાન્ટ સામે રોડ પર પસાર થતી મારૂતી સુઝુકી અર્ટીકા કાર નં.
જીજે 03 એમ એચ 4721ની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલ નં. 120 કિ. રૂા. 45000 સાથે અનીલ ભના મકવાણા, રે. દેવપરા તા. થાન અને શૈલેષ ગોરધનભાઇ બાવળીયા રે. જેપુર, તા. વાંકાનેરને ઝડપી લઇ કાર, દારૂ, મોબાઇલ મળી કુલ રૂ. 2,50,000નો મુદામાલ જપ્ત કર્યો હતો…
આ કામગીરી થાણા અધિકારી પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલીયા તથા પો.સબ.ઇન્સ. એસ.એસ.જાડેજા તથા પો.હેડ.કોન્સ. એચ.એસ.તળાવિયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ જટુભા જાડેજા તથા પો.કોન્સ. સારંગભાઇ ચંદુભાઇએ કરી હતી…