કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

જબલપુરના પાટીયા નજીક બાઈક પાછળ કાર અથડાઈ

જીવાપરમાં કુવામાં તથા વીરપર અને લજાઈ ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાથી મોત

ટંકારા: રાજકોટ પ્રીયદર્શન સોસાયટી શેરી નં -૦૬ ૪૦ ફુટ ઓમનગર મેઇન રોડ મોવડીમા રહેતા વિજયભાઈ કીશોરભાઈ ચૌહાણ (ઉ.વ‌.૩૧) એ આરોપી અલ્ટ્રોજ ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૪૩૧૨ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા ફરીયાદીના પત્ની ગાયત્રીબેન મોટરસાયકલ રજી.નં-જીજે-૦૩-એન.ક્યુ-૧૯૯૪ વાળામાં

રાજકોટથી આમરણ દર્શને જતા હોય દરમ્યાન રાજકોટ મોરબી હાઇવે રોડ જબલપુર ગામના પાટીયાથી ખજુરા હોટલ વચ્ચે રોડ ઉપર પહોંચતા ગાયનુ ટોળુ રોડ ઉપરથી પસાર થતા ફરીયાદીએ મોટરસાયકલની સ્પીડ ધીમી કરતા આરોપી અલ્ટ્રોજ ફોરવ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૪૩૧૨વાળી ના ચાલકે પોતાના હવાલાવાળી ફોર વ્હીલ કાર પુર ઝડપે ચલાવી કાર પરનો પોતાનો કાબુ ગુમાવી મોટરસાયકલને પાછળથી ભટકાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીને તથા ફરીયાદીના પત્નીને ફેક્ચર કરી તથા જમણા હાથની આંગળી કપાઇ જતા ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
ટંકારા: તાલુકાના જીવાપર ગામથી 4 કિલો મીટર વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ અજાણ્યો યુવાન પડી ગયેલ, ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કૂવામાં પડી ગયેલ યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી હતી પોલીસે કૂવામાં પડી જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી.
બીજા બનાવમાં વીરપર અને લજાઈ ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે કનુભાઈ સીમલા ભુરીયા (ઉ.60) નામના વૃદ્ધનું મોત નીપજયું હતું મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા..

Content Copying Forbidden !!

error: Content is protected !!