લાલપર કારખાનામાં એટેકથી શ્રમિક યુવાનનું મોત
વાંકાનેર: બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવી રહેલ કારને જોધપર ગામના પાટીયા પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવી હતી તેમાંથી દારૂની નાની 220 બોટલ મળી આવી હતી, દારૂ, મોબાઈલ તથા કાર મળીને પોલીસે 1,60,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી બે શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. બીજા બનાવમાં લાલપર ગામ પાસે આવેલ કારખાનાની રૂમમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક યુવાનને હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ નેશનલ હાઈવે રોડ ઉપર અલ્ટો ગાડી નંબર જીજે 24 કે 4395 માં દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે જોધપર ગામના પાટીયા પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યાંથી નીકળેલ કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની 220 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 55,000 ની કિંમતનો દારૂ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 

1 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1.60 લાખના મુદ્દામાલ સાથે પોલીસે રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (30) રહે. યોગીનગર રબારીવાસ માર્કેટયાર્ડ સામે ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે કાળુભાઈ અબ્રામભાઈ સુમરા રહે. લાખચોકીયા તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવતા બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
લાલપર કારખાનામાં એટેક આવી જવાથી શ્રમિક યુવાનનું મોત
મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ લાલપર ગામે બીગ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતો અને ત્યાં રૂમમાં રહેતો નિરંજનભાઇ ડોમનભાઈ તુરી (ઉ.35) નામનો યુવાન કારખાનામાં તેને રૂમ ઉપર હતો ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.