રૂ ૧,૫૫,૧૮૮ નો મુદામાલ કબ્જે
બીજા બનાવમાં મૂળ તરકીયાના યુવાન પાસેથી 5 ઈંગ્લીશ મળી આવ્યો
વાંકાનેર: સીટી પોલીસના સ્ટાફે રાજકોટ રોડ તરફથી આવતી ગ્રે કલરની કારને દ્વારકાનગરી સોસાયટી પાસેથી પકડી તેમાં રહેલો ઈંગ્લીશ દારૂ, મોબાઈલ અને કાર મળીને કુલ કિ રૂ ૧,૫૫,૧૮૮ નો મુદામાલ કબ્જે કરેલ છે, કારચાલક કોળી શખ્સને પૂછતાં બે પ્રજાપતિના શખ્સોએ ઈંગ્લીશ દારૂ ભરવા મોકલેલ અને વીસીપરાના શખ્સ પાસેથી મેળવેલ હોવાનું જણાવતા ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી છે..
જાણવા મળ્યા મુજબ સીટી પોલીસના સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે વિસીપરામાં રહેતા શુભમ ભાટીએ ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલીશ દારૂની ૭૫૦ એમ એલ ની બોટલો નંગ ૬૦ કી રૂ ૩૫,૬૮૮ તથા ભારતીય બનાવટના પરપ્રાતિય કંપની શીલ પેક ઇંગલીશ દારૂના ચપલા ૧૮૦ એમ.એલ ના નંગ ૪૫ કી રૂ ૪૫૦૦ ગણી કુલ કિ રૂ ૪૦,૧૮૮ નો હુન્ડાય કંપનીની એસન્ટ ગાડી રજી નંબર GJ 07 AR 43 07 ની કિ રૂ ૧,૦૦,૦૦૦ વાળીમાં ભરી હાજર મળી આવેલ જીનપરા જુના ચંદ્રપુર રોડ પર રહેતા સચિન સુરેશભાઈ ડેડાણિયા પાસે રાજકોટ રોડ પર આવેલ દ્વારકાનગરી સોસાયટીના ધ્રુવંશ કિરીટભાઈ ગોદડકા તથા
રાજકોટ રોડ પર આવેલ દ્વારકાનગરી સોસાયટીના જ કિરીટ ઉર્ફે ભુરાભાઇ ગણેશભાઈ ગોદડકાએ ગેરકાયદેસર ઇંગલીશ દારૂ મંગાવરાવી પકડાયેલની અંગ ઝડતીમાથી મોબાઈલ નંગ ૦૨ મળી વાહનમાં ઇંગલીશ દારૂની હેરાફેરી કરી કુલ કિ રૂ ૧,૫૫,૧૮૮ ના મુદામાલ સાથે હાજર મળી આવી આરોપી શુભમ ભાટી હાજ૨ નહિ મળી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ગુન્હો પ્રોહિ એકટ કલમ ૬૫(ઈ) ૧૧૬ બી ૮૧ ૯૮(૨) મુજબ નોધાયો છે. કાર્યવાહી વાંકાનેર સીટી પો. સ્ટેશનના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પોલીસ હેઙ.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પોલીસ કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, રાણી ગભાઈ નાજભાઈ ખવડ, દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તથા વિપુલભાઈ કાળુ ભાઈ પરમાર વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે…
બીજા બનાવમાં મૂળ તરકીયાના હાલ સરતાનપર દશામાંના મંદિર પાસે ઓરડીમાં રહેતા અરવિંદ વાઘાભાઈ જરવરિયા (ઉ.33) પાસેથી ઈંગ્લીશ દારૂની 5 બોટલો કિંમત 3430 રૂપિયાનો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે…