કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

5 દિવસથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો

કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી થતા લોકોને હેરાનગતિ

વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા માટેની સરકારી વેબસાઈટ અપડેટ વાંકે બંધ છે.


વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટર ખાતે પણ કાર્ડ કઢાવવા અને રીન્યુ કરાવવા માટે આવતા લાભાર્થીઓને ફરજીયાત ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં ઈમરજન્સી જેવા કેસોમાં જ્યારે તાત્કાલીક દર્દીઓને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવારની તાત્કાલિક જરૂર હોય ત્યારે

તેઓને ઉપરોક્ત ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે વિના વાંકે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને સરકારે ટાઇપ કરેલ હોસ્પિટલમાં રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ 5 દિવસથી સાઈટ અપડેટ વાંકે બંધ છે.

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો
આ બનાવની વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. પ્રતિપાલસિંહ વાળાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેરના ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). મુકેશભાઇ નાજાભાઇ ગોહેલ (ઉ.વ. ૩૨, રહે. ભરવાડપરા, વાંકાનેર), ૨). ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી (ઉ.વ. ૪૧, રહે. પેડક સોસાયટી, વાંકાનેર) અને ૩). રવજીભાઈ ઠાકરશીભાઇ ઉભડીયા (ઉ.વ. ૪૯, રહે. પેડક સોસાયટી, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 10,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!