ખોજા જ્ઞાતિના મહિલા ડોકટરે મુંબઈ સ્થિત પતિ સામે કેસ કર્યો
વાંકાનેર સીટી પોલીસ મથકમાં મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌ પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં મહિલાને મુંબઈ ખાતે રહેતા તેના પતિએ ગેરકાયદેસર રીતે ત્રણ વખત સોગંદનામાંથી તલાક મોકલી આપતા આ મામલે વાકાનેર સિટી પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે…
વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર ખોજા ખાનાવાળી શેરી તાલુકા શાળા નં.૧ સીટી સ્ટેશન રોડ પર રહેતા ડૉકટર કેલીન રહીમભાઇ રફીકભાઇ હુદ્દા જાતે શીયા ઈમામી ઇસ્માઇલી મુસ્લીમ ખોજા (ઉ. વ.૩૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારા લગ્નને આશરે ૧૦ વર્ષ થયેલ છે અને લગ્ન જીવન દરમ્યાન મારે સંતાન એક દીકરી કીયારા ઉ.વ.આ.૭ ની છે અને હુ મારી દિકરી સાથે છેલ્લા
અગિયાર માસથી મારા માતાપિતા સાથે રહુ છુ. ફરીયાદ કરવાનુ કારણ એવુ છે કે સને ૨૦૨૪ ની સાલમાં મે મારા પતિને નાણા આપવાનું બંધ કરેલ હોય જેથી મારા પતિએ મને એનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવા લાગેલ હોય મારા પતિએ અમારી ઇસ્માઇલી ખોજા સમાજમાં મારા પતિએ મે-૨૦૨૪ માં આ બાબતે તલાક લેવા અંગે સમાજની રૂએ મધ્યસ્થી કરવા કેશ કરેલ જેમા હુ દરેક વખતે હાજર રહેલી
આ પછી મારા પતિએ મને નોટરી લખાણ ઉપર ગઇ તા.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ પ્રથમ તલાક અંગેનુ ડિકલેરેશન મોકલેલ જે કાગળ મને કુરીયર મારફતે વાંકાનેર મુકામે મળેલ હોય જેથી હું આ બાબતે વાંકાનેર પી.બી. એસ.સી સેન્ટર રજુઆત કરેલી આ સેન્ટર વાંકાનેર ખાતે મારૂ તથા મારા પતિ અને મારા સાસુ સસરા ને પી.બી.એસ.સી સેન્ટર વાંકાનેર ખાતે બે વખત મીંટીંગ કરેલી આ કાર્યવાહી આશરે ત્રણેક મહિના ચાલેલી અને અમારે સમાધાન ઉપર આવેલ પરંતુ મારા પતિ મને તેડી ગયેલ ન હતા આ પછી મને તા.૧૧/૧૦/૨૪ ના રોજ બીજી તલાક અંગેનુ સોગંધનામુ નોટરી લખાણ ઉપર કુરીયર મારફતે મોકલેલ હતુ આ પછી એક મહીના બાદ એટલે કે ગઈ તા. ૧૭/૧૧/૨૦૨૪ ના
રોજ મને ત્રીજુ તલાક અંગેનુ સોગંધનામું નોટરી કરી મોકલેલ છે આમ મારા પતિ રહીમભાઇ રફીકભાઇ હુદ્દા રહે. સુરેન્દ્રનગર ૮૦ ફુટ નો રોડ, સીલ્વર પ્લાઝા ફ્લેટ નંબર – ૫૦૩ ખોજા જમાત ખાનાની સામે; હાલ – મુંબઇ દહીસર ગુલીસ્તાન સી.એચ.એસ.વી. રોડ ખોજા જમાત ખાનાની સામે વાળાએ ત્રણ તલાક અંગેનુ લખાણ આપી મને ત્રણ તલાક આપેલ છે, જે મને માન્ય ન હોય જેથી મે આ બાબતે મારા વકીલ મારફતે તા. ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ મારા પતિને લીંગલ નોટીસ મોકલેલ છે અને આ મારા પતિને મને રાખવી ન હોય જેથી ખોટી રીતે મેન્ટલ ટોર્ચર કરેલ હોય અને મે વાંકાનેર સીવીલ કોર્ટમાં ડૉમેસ્ટીક વાયોલેન્સ મુજબ કેસ નંબર ૩૧૯/૨૦૨૪ થી દાખલ કરેલ છે. મારા પતિ રહીમભાઇ રફીકભાઈ હુદા એ મને નોટરી રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામુ કરી ત્રણ તલાક આપેલ હોય જે ગેરકાયદેસર હોય જેથી મારા પતિ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….