જુગાર રમતા ત્રણ પકડાયા, 4 આરોપી નાસી ગયા
ઉછીના પૈસા ન આપતા યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવાન પાસે શક્તિપરામાં રહેતા શખ્સે ઉછીના પૈસા માંગતા યુવાને નાણાં ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને ગાળો આપી લાકડી વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી પાસે આરોપી કરમશી રવજી વાઘેલા, રહે.શક્તીપરા વાળાએ ઉછીના પૈસા માંગતા સંજયભાઈએ પૈસા આપવાની રવજી ઉશ્કેરાઈ ગયો હતો

અને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી આંગળીમા ફ્રેક્ચર કરી નાખી જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મેસરીયા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, 4 આરોપી નાસી ગયા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) હરેશભાઇ સોમાભાઇ ભુસડીયા (ર) ભરતભાઇ ગોવીંદભાઇ રાઠોડ અને(૩) મીઠાભાઇ પાંચાભાઇ મકવાણા તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

જ્યારે આરોપી(૪) સામજીભાઇ સોમાભાઇ કોળી (૫) ધનાભાઇ ગેલાભાઇ કોળી (૬) વીનાભાઇ કેસાભાઇ કોળી અને(૭) હસમુખભાઇ દેવગુણભાઇ કોળી નામના ચાર આરોપીઓ નાસી ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપીયા-૧૫,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કીમત રૂ.૮,૦૦૦ મળી કુલ રૂ.૨૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
