કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઈક ચોરી, આપઘાત અને જુગાર અંગે કેસ

ગાંગીયાવદરમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઇ મકવાણા ઉ.42 નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

પંચાસીયામાં બાઈક ચોરાયું

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે એક બાઈક ચોરાયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા આરીફભાઇ રસુલભાઇ માથકીયા નામનો યુવાને પોતાની માલિકીની હિરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 N 3564 તેમણે પોતાનાં ધરના ફળિયામાંથી પાર્ક કરેલ હોય, જેને રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતા બાબતે તેમણે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હસનપરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હસનપરના નાલા પાસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ભરતભાઇ જગદીશભાઈ ડાભી, રાજકુમાર જગદીશભાઇ ડાભી અને દેવજીભાઇ વાઘજીભાઇ મકવાણાને રોકડ રકમ રૂ. 17,770 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાતાવીરડામાં બાર જણા જુગાર રમતા પકડાયા
જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ભીમગુડા જવાના માર્ગે નવા બનતા કારખાના પાછળ આરોપી ગોરધન છનાભાઇ કોળીના ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા (૧). ગોરધન છનાભાઈ અબાસણીયા, (૨) છગન સતાભાઈ મુંધવા, (૩). ચંદુભાઇ સોમાભાઇ રીબડીયા, (૪). પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા, (૫). શાંતિદાસ વજેરામભાઈ દૂધરેજિયા, (૬). કૌશિકભાઇ મહેશભાઇ કણઝારીયા, (૭). જગદીશભાઇ ખીમાભાઇ રબારી, (૮). કમલેશભાઇ છગનભાઇ સંધાણી, (૯). મીઠાભાઇ રણછોડભાઇ રાવા, (૧૦). મયુરભા પ્રવીણભા ગઢવી, (૧૧). મુકેશ રેવાભાઇ રાતડીયા અને (૧૨). રાજ કનુભાઈ રતનને રોકડ રકમ રૂ. 4,52,200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!