સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને પાંચ દિવસની આર્થિક મદદ આપવા નિર્ણય
સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહત્તમ પાંચ દિવસની કેશડોલ્સ અપાશે
વાંકાનેર: વાવાઝોડા બીપરજોયની આક્રમકતા જોતા ગુજરાત સરકારે જાનમાલની નુકશાની ન થાય તે માટે આગોતરો નિર્ણય લઈ અસરગ્રસ્ત જિલ્લાઓના દરિયાકાંઠા વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં લોકોને સલામત સ્થળાંતર કરાવી ખાવાપીવાની વ્યવસ્થા કર્યા બાદ હવે સ્થળાંતર કરાયેલ લોકોને કેશડોલ્સ ચૂકવવા નિર્ણય લરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જે અન્વયે વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે.