કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢોર ડબ્બે પૂરતા વન કર્મચારીઓ ઉપર હુમલો

ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ : વન કર્મચારીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ

શખ્સ દારૂ સાથે પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ચરતા ગાય અને ભેંસને ઢોર ડબ્બે પુરવાની સાથે શંકાસ્પદ હાલતમાં વન વિસ્તારમાંથી નીકળેલા શખ્સની તલાસી લેવા પ્રયાસ કરવામાં આવતા બે વન કર્મચારીઓ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં વાડીએ ઝડતી લેવા આવેલા બે વન કર્મચારીઓએ હુમલો કર્યાની વળતી ફરિયાદ પણ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર વેન વિભાગની કચેરીમાં વનપાલ તરીકે નોકરી કરતા રાહુલભાઇ આયદાનભાઇ વાક રે.વાંકાનેર ફોરેસ્ટ કોલોની તા.વાંકાનેર જી.મોરબી મુળ રે. રાજકોટ, મવડી પ્લોટ, ૧૫૦ રીંગ રોડ પાછળ, ૪૦ ફુંટનો રોડ, ધરમનગર વાળાએ આરોપી યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા, વિરમભાઇ ગેલાભાઇ લાંબરીયા અને વીહાભાઇ ગેલાભાઇ લાંબરીયા રે.વસુંધરા તા.વાંકાનેર વાળાઓ વિરુદ્ધ

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.27/9/2023ના રોજ પોતે ફરજ ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપીઓના ઢોર પ્રતિબંધિત વન વિસ્તારમાં ચરતાં હોય ઢોર ડબ્બે પૂર્વની કાર્યવાહી કરતા હતા ત્યારે

આરોપી યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા બાઇકમાં થેલી લઈને નીકળતા શિકારનો સામાન હોવાની શંકાએ તલાસી લેવાનું કહેતા આરોપી નાસી ગયો હતો. જો કે બાદમાં આરોપીની વાડીએ જડતી કરવા જતા ત્રણેય આરોપીઓએ અમારા ઢોરને કેમ પકડ્યા કહી છરી વડે હુમલો કર્યો હતો.

સામાપક્ષે યોગેશભાઇ અમરશીભાઇ મકવાણાએ વન કર્મચારી રાહુલભાઇ આયદાનભાઇ વાક તેમજ એક અજાણ્યા ઈસ્મ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતો હતો ત્યારે રસ્તામાં ફોરેસ્ટર રાહુલભાઇ વાંક ઢોર હકાવી જતા હોય ત્યારે ફરીયાદી ઉભા રહી જોતા હોય જેથી આ રાહુલભાઇને સારૂ નહી લાગતા ગાળો આપી બોલાચાલી કરેલ જેનો ખાર રાખી રાહુલભાઇ તથા એક અજાણ્યો માણસ ફરીયાદીની વાડીએ આવી બોલાચાલી તેમજ ઝપાઝપી કરી રાહુલભાઇએ છરી ખંભાના ભાગે મારેલ તથા બીજા માણસે પગમાં મુંઢમાર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શખ્સ દારૂ સાથે પકડાયો

વાંકાનેર : ભાટિયા સોસાયટીના સ્મશાન નજીકથી વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શખ્સ દારૂ સાથે પકડાયો હતો. જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીના  આરોપી મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર ઉ.24 નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 640ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!