કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોઠારીયામાં ઢોર ચરાવનારનો યુવાન પર હુમલો

વાંકાનેર: કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે લાકડાના ધોકાના બે ઘા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રૂકમુદિનભાઈ જીવાભાઈ શેરસીયા (૩૮) એ હાલમાં કોઠારીયા ગામે રહેતા જયરાજસિંહ કરણસિંહ ઝાલા જાતે દરબારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં તેની વાડી આવેલ છે અને તે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી તેના માલ ઢોર લઈને ફરિયાદીની વાડીના સેઢા પાસે આવ્યા હતા ત્યારે તેને વાડીના શેઢા પાસેથી દૂર લઈ જવા માટે થઈને કહ્યું હતું

જે આરોપીને સારું નહીં લાગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરીને ફરિયાદી યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા વડે તેને ફરિયાદીને ડાબા પગના ઢીંચણ ઉપર બે ઘા મારીને નળામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી, તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!