પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: જામસરનો અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ શખ્સ ફરી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડાયો છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટાફના માણસોએ જામસર ચોકડીથી ભીમગુડા તરફ જતા રોડ ઉપર આવેલ નેકસન પેપર મીલ સામે રહેતો અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ મુકેશ મનસુખભાઈ કોળી રહે.જામસર તા.વાંકાનેર વાળાને પોતાના રહેણાક મકાનની બહાર આવેલ કરીયાણાની દુકાનની બહાર જાહેર રોડ પર કંપની શીલ પેક ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪ સાથે પકડેલ છે.
ઇંગ્લીશ દારૂની બોટલો કોની પાસેથી મેળવેલ છે, તે બાબતે પુછતા પોતાને બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે. નાળધ્રી તા.મુળી જી.સુરેન્દ્નનગર વાળો આપી ગયેલ હોવાનુ જણાવેલ છે. પોલીસ ખાતાએ આ બાબતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
આ કાર્યવાહી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તાલુકા પો.સ્ટે. હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, એ.એસ.આઇ.ચમનભાઈ ચાવડા, પો.કોન્સ.સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂ અંગેના અન્ય ગુન્હા:
(1) રાતાવીરડા ગામ પાસે આવેલ મારફીલ સીરામીક સામેથી મૂળ વર્ષામેડી (માળીયા)ના મનસુખ અમરશીભાઇ મહાલિયા અને (2) ઓળ ગામના વાસુભાઈ નભુભાઈ વીંઝવાડિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) આરોગ્યનગરના કિરીટ અંબારામભાઇ સરવૈયા અને (2) દિગ્વિજયનગર પાસેના વૈશાલીનગરમાં રહેતા કિશન પ્રવીણભાઈ રૂદાતાલા પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમ ભંગ:
(1) વઘાસિયાના મનસુખ અમરશીભાઇ સરાવાડીયા અને (2) હોલમઢના છગનભાઈ વાલાભાઇ સરાવાડીયા સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે.