કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂની ડિલિવરી કરે તે પહેલા ઝડપાયા

બે ઝડપાયા, એક ફરાર: 15,375નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપરથી એક્સેસ મોટર સાયકલમાં દારૂની ડિલિવરી કરવા નીકળેલા બે શખ્સને એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ સપ્લાયરનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

જાણવા મળ્યા વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ પ્લોટ સહકારી મંડળી પાસેથી એક્સેસ મોટર સાયકલ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી નિલેશ ઉર્ફે લચકો પીતાંબરભાઈ સોલંકી અને નરેન્દ્ર રમેશભાઈ મકવાણા નામના

આરોપીઓને અટકાવી તલાસી લેતા એક્સેસમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા 10 હજારનું એક્સેસ અને 5 હજારનો મોબાઈલ મળી કુલ રૂપીયા 15,375નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં આરોપીઓની પૂછપરછમાં દારૂની આ બોટલ વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા ઇમરાન અબ્દુલભાઇ જેડા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ઇમરાનને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!