કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા પકડાયા: કાર્યવાહી

વાંકાનેર: એલસીબીએ અહીંના શખ્સોને ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા ઝડપેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ
બનાવની વિગત એવી છે કે જીનપરા શેરી નં.૧૧ ચામુંડા પાન પાસે બેસેલ નીતિનભાઈ રસીકભાઈ વીંજવાડીયા (ઉ.વ.૨૪) રહે.

જીનપરા શેરી નં.૧૧ વાળાના મોબાઇલમાં વોટ્સએપ મેસેન્જરમાં પોલીસ સ્ટાફે જોતા TATA IPL ટી-20 માં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ ટીમો વચ્ચે ચાલતી

ટી-૨૦ ક્રિકેટ મેચમાં પોતે સેસનમાં ૪૬ રન થાય તેવો રૂ.૫૦૦૦/ નો સોદો મો. ૭૮૭૪૬ ૮૧૫૫૦ ઉપર વાત કરી કરેલ અને કોલલોગમાંથી નંબર ડીલીટ કરી નાખેલ હતા. જે સોદો યાદ રાખવા મારા બીજા નંબરના વોટ્સએપ ઉપર કરેલ છે.

આ મો. નંબર ૭૮૭૪૬ ૮૧૫૫૦ એમના ઓળખીતા સહદેવસિંહ ઝાલા રહે. વાંકાનેર આસ્થા ગ્રીન સોસાયટી મુળ રહે. વઘાસીયા વાળાએ વોટ્સએપમાં મોકલેલ હતો અને કહેલ કે તે નંબર ઉપર વાતચીત કરી સોદા લખાવજે તે પૈસાની જવાબદારી મારી છે.

જેથી જે હારજીત થાય તેનો હિસાબ આરોપીએ ક્રિપાલસિંહ સાથે કરવાનો હતો. આમ આરોપી નીતિનભાઈ રસીકભાઈ વીંજવાડીયાએ ક્રિપાલસિંહ મો. ૮૮૬૬૧ ૯૫૪૧૯ ના કહેવાથી મો.૭૮૭૪૬ ૮૧૫૫૦ વાળા સાથે ફોન ઉપર વાતચીત કરી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર ૨મી રમાડી

આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી પાસેથી રોકડ રૂ.૫૪૦૦/ તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/ મળી કુલ રૂ.૧૦૪૦૦/ ના મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધેલ છે. આ કામગીરી પો.કોન્સ. એલ.સી.બી. મોરબી સંજયભાઈ દિલીપભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!