વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ગોકુળનગર પાછળ મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.





તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (૨૮), પરબતભાઈ જીવણભાઈ બાંભવા (૨૪) અને જગદીશભાઈ નાજાભાઇ ગોહેલ (૩૯) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨૭૭૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
