કુલ કિ. રૂ. ૧,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે આઠ સામે કાર્યવાહી
વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામની સીમમાં કાંકરીયા તળાવ વાળા વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટમાં રહેતા આરોપી વાડીની ઓરડીમાં બહારથી શખ્સો બોલાવી જુગાર અંગે રેઇડ દરમ્યાન કુલ કિ. રૂ. ૧,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ આઠ આરોપી વિરુદ્ધ જુગારધારા અંગેનો ગુન્હો નોંધાયો છે

જાણવા મળ્યા મુજબ તાલુકાના લીંબાળા ગામની સીમમાં કાંકરીયા તળાવ વાળા વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં આરોપી ઈરફાનભાઈ હનિફભાઈ બ્લોચ (ઉ.45) રહે. માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટ એ આરોપી રાજુભાઈ કોળી રહે. ગામ, લીંબાળાની કબ્જા કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં બહારથી આરોપીઓ 
દિપકભાઇ ઉર્ફે બટુક દેવશીભાઈ હડાણી (ઉ.34) રહે. જીનપરા શેરી નં બાર, સંદિપભાઈ ઉર્ફે કાનો રમણીકભાઈ માણેક (ઉ.45) રહે. કડીયાવાડ પોસ્ટ ઓફીસ સામે, મેહુલભાઈ વિનયચન્દ્ર મારૂ (ઉ.45) રહે. પુલ દરવાજા શાક માર્કેટ પાછળ, આરીફભાઈ હનિફભાઇ બ્લોચ (ઉ.48) રહે. લક્ષ્મીપરા શેરી નં ત્રણ. અમિતભાઈ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી (ઉ.33) રહે. જીનપરા શેરી નં બાર, 
વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.30) રહે. જીનપરા શેરી નં તેર, ને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી રેઇડ દરમ્યાન રોકડ રૂ.૯૮,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ. રૂ.૫૫,૦૦૦/ મળી કુલ કિ. રૂ. ૧,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવી તથા આરોપી લીંબાળાના રાજુભાઈ કોળી હાજર નહીં મળી આવી ગુનો જુગારધારા કલમ ૪-૫ મુજબ નોંધાયો છે….
કાર્યવાહી પેરોલ-ફર્લો સ્ક્વોડ મોરબીના પો.હેડ.કોન્સ. ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા, એલ.સી.બી, સ્ટાફના પો.હેડકો ન્સ. ચંદુભાઈ કાળુભાઈ કાણોતરા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, પો.કોન્સ. દશરથસિંહ ગગુભા પરમાર, વિક્રમભાઇ લાભુ ભાઇ ફુગસીયા, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ, ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા, હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, પો.હેડ.કોન્સ. શેખાભાઈ સગરામભાઇ મોરી દ્વારા કરવામાં આવી હતી…
