મોબાઈલ સહિત 29400/ રૂ.નો મુદામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના અમરસરના ભરવાડપરા ચોકમાં બે જણા અને કેરાળા નવપરામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ અમરસરના ભરવાડપરા ચોકમાં (1) જયપાલભાઈ સુખાભાઈ ગમારા ભરવાડ અને (2) મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા ભરવાડ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૨૫૦/- તથા oppo કંપનીનો મોબાઇલ oppo F27 છે જેની કિ.રૂ.૫,૦૦૦/- તથા રેડમી કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ. ૧૨,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ થયો છે


બીજા બનાવમાં કેરાળા નવપરામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે (1) રાજેશભાઈ મશરૂભાઈ મકવાણા ભરવાડ રહે. નવાપરા, (2) જીવણભાઈ કુકાભાઈ વાડવેલીયા કોળીરહે. નવાપરા અને (3) સંજયભાઈ વરસીંગભાઈ વાડવેલીયા કોળી રહે. કેરાળા ગામમાં ઝાંપા પાસે વાળાને રૂ. 17,150/-ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ થયો છે…