વાંકાનેર: તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા અશોકભાઇ નરશીભાઇ સારદીયા (રહે. નવાગામ- રાજકોટ) , હરેશભાઇ રાજુભાઇ મકવાણા (રહે. નવાગામ- રાજકોટ) અને દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણી (રહે. હોલમઢ) ને રોકડ રૂ. ૨૨,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા.
જ્યારે બીજલભાઇ ભીખાભાઇ નાસી ગયા હતા.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં રમાતા જુગાર ઉપર ત્રાટકીને
અરવીંદભાઇ ઉર્ફે મનીયો કાળ જેસીંગભાઇ ઉડેચા, સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા, મનજીભાઇ છગનભાઇ સાવાડીયા અને જીલાભાઇ ગોકળભાઇ વીઝવાડીયાને રૂ. ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ