વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં જુગાર રમતા પાંચ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા (1) સીંકદરભાઈ રાયધનભાઈ મોવર (ઉ.વ. 39) રહે. વિસીપરા
(2) આશીફ ઉર્ફે ઢબુ ગુલામભાઇ સામતાણી (ઉ.વ.22) રહે. મિલપ્લોટ (3) અબ્દુલભાઇ ઉર્ફે અબુ રહીમભાઈ બાબરીયા (ઉ.વ.32) રહે. મિલપ્લોટ (4) સુભાનભાઈ રહીમભાઇ મોવર (ઉ.વ.30) રહે. મિલપ્લોટ
અને (5) મયુરભાઈ હૈંમતભાઈ સોલંકી રહે. મિલપ્લોટ (ઉ.વ.33) વાળાને રોકડા રૂ. ૧૨, ૧૦૦/- સાથે પકડી પોલીસ ખાતાએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….