વાંકાનેરના રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાજાવડલા રામાપીર મંદિર વાળી શેરીમાં રેડ કરી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા ભરત અમૃતભાઈ ચાવડા, કિશોર નરસિંગભાઈ ડેડાણીયા, ડાઈબેન દાડમસિંગ સોલંકી અને કિરણબેન રમેશભાઈ છત્રોટીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૯૦૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.