વાંકાનેર પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના માર્કેટ ચોક પુલ દરવાજા પાસે આવેલા ટાઉન હોલમાં દરોડો પાડી અંધારામાં લાઈટના અંજવાળે જુગાર રમતા આરોપી 1). જયેશભાઈ માત્રાભાઈ બાંભવા, 2). ગોપાલભાઈ દેવાભાઈ ગમારા, 3). રવિ કાળુભાઈ વાસાણી, 4). સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા, 5). મેહુલભાઈ નવીનચંદ્ર મારુ અને 6) સંજયભાઈ બાબુભાઈ દેગામાને રંગેહાથ જુગાર રમતા કુલ રૂ. 10,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.