કુલ 9 આરોપીઓ: રૂપિયા 29,060 મુદામાલ તરીકે કબ્જે
વાંકાનેર: તાલુકાના તીથવા ગામે સીપાઈ શેરીમાં 5 શખ્સોને અને માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક પાસે ખરાબામાં જુગાર રમતા 4 ને પોલીસ ખાતાએ ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
જાણવા મળ્યા મુજબ તીથવા ગામે સીપાઈ શેરીમાં જાહેરમાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડા રૂપીયા ૧૮.૪૭૦/- ના મુદ્દામાલ સાથે નીચે મુજબના આરોપીઓને પોલીસ ખાતાએ પકડેલ છે….
(1) ગોપીભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૨૬) ધંધો.ડ્રાઈવીંગ રહે. તીથવા સીપાઈ શેરીમાં (2) રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા (ઉ.વ.૩૭) ધંધો. મજુરી રહે. તીથવા મદ્રેશાવાળી શેરીમાં (3) અર્જુનભાઈ રઘુભાઇ અઘારા (ઉ.વ. 24) રહે. તીથવા લાલશાનગર 
(4) દિપક રણછોડભાઈ ભવાણીયા (ઉ.વ. 30) ધંધો. મજુરી રહે. તીથવા લાલશાનગર અને (5) જગદીશ પ્રવીણભાઈ સીતાપરા (ઉ.વ. 34) ધંધો. મજુરી રહે. તીથવા આરોપીઓ સામે ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધાયો છે….
બીજા બનાવમાં વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક પાસે ખરાબામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા (૧) દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા (ઉ. 30) રહે. રફાળેશ્વર મચ્છોમાં ના મંદિર પાસે (૨). વિનોદભાઈ જોરૂભાઈ સાડમીયા (ઉ. 22) રહે. મૂળ હિરાસર તા: ચોટીલા હાલ માટેલ (૩) રમેશભાઈ કરશનભાઈ સાડમીયા (ઉ. 22) રહે. અકાળા તા: ચોટીલા હાલ માટેલ અને (૪) સંજયભાઈ લવીંગભાઈ મણદોરીયા (ઉ. 30) રહે. મૂળ મોટા મૌવા તા: કાલાવડ હાલ સરતાનપરને કુલ રૂ. 10,590 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

