કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર, દલડી અને હસનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે જુગાર દરોડાની અલગ અલગ બે કાર્યવાહીમાં સીટી રેલવે સ્ટેશન અને દલડી રેલવે સ્ટેશન નજીકથી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા હુશેનભાઇ રાયબભાઇ કટીયા, જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ અને સલીમભાઇ દાઉદભાઇ વડગામાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,240 કબ્જે કર્યા હતા.


જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે દલડી ગામે રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર આવતા સટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઇ રઘુભાઇ ચૌહાણ અને મહેબુબભાઇ રસુલભાઇ ખોરજીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

ગઈ કાલે ત્રીજા દરોડામાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વાંકાનેરના હસનપર ગામની વાડીની ઓરડીમાં ચાલતું જુગારધામને ઝડપી લીધું હતું અને વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૮ ઇસમો પૈકી ૩ આરોપીઓને રોકડા રૂ.૪,૪૫,૦૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

મોરબી એલ.સી.બી.ની ટીમને બાતમી મળેલ કે, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે.જાલીગામ તા.વાંકાનેર વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાલી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે બાતમીને આધારે એલસીબીએ હસનપર ગામની સીમમાં જાલી ગામે જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં આજરોજ દરોડો પાડતા જુગાર રમતા બાબુભાઇ માધાભાઇ ભરવાડ, ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહ ક્ષત્રિયને રોકડ રૂ.૪,૪૫,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે જયતીભાઇ રાધવભાઇ ચૌહાણ, સંજયભાઇ લીંબાભાઇ બબુતર, મોમભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ, નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા નાસી છૂટ્યા હતા. જુગાર દરોડા અંગે એલસીબી ટીમે વાંકાનેર પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!