ભરવાડપરા અને રાતીદેવરીના શખ્સોનો સમાવેશ
વાંકાનેર: અહીંના પુલદરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં રાતના સાડાબાર વાગ્યે સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે.
બનાવની વિગત પ્રમાણે પોલીસ ખાતાને મળેલ બાતમીના આધારે ટાઉન હોલમાં રેઇડ કરતા જાહેરમાં અમુક ઇસમો
ગોળ કુંડાળુ વાળી જુગાર રમતા હતા, જે લોકો પોલીસ ખાતાને જોઈને નાશભાગ કરવા લાગતા પોલીસ સ્ટાફે તુરત જ કોર્ડન કરી જેમના તેમ બેસાડી દીધેલ. જેમાં નીચે મુજબના શખ્સો હતા…
(૧) જયેશભાઈ માત્રાભાઈ પરમાર જાતે-ભરવાડ (ઉ.વ.૨૮) ધંધો-ડ્રાઈવીંગ રહે. ભરવાડપરા શેરી નં-૪, (૨) અશોકભાઈ દેવાભાઈ ગમારા જાતે-ભરવાડ (ઉ.વ.૨૮) ધંધો-મજુરી રહે. ભરવાડપરા શેરી નં-૩,
(૩) રતાભાઈ માધાભાઇ ગમારા જાતે-ભરવાડ (ઉ.વ.૨૩) ધંધો- ડ્રાઈવીંગ રહે. નવી રાતીદેવળી (૪) પરબતભાઈ જીવણભાઈ બાંભવા જાતે-ભરવાડ (ઉ.વ.૨૨) ધંધો-મજુરી રહે. ભરવાડપરા શેરી નં-૪
આમ મજકુર ઇસમો ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતીદેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૪૧૬૦/-ના મુદામાલ સાથે આરોપીઓ સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
આ કાર્યવાહી પોલીસ હેડ.કોન્સ વાંકાનેર સીટી હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પો.કોન્સ જનકભાઈ વલ્લભભાઈ ચાવડા, ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા તથા દર્ષીતભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું