રાતાવીરડા ગામની સીમમાં ઈંગ્લીસ દારૂ સાથે બે ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા જ્યારે બે આરોપી નાસી ગયા હતા. જુગાર દરોડામાં પોલીસે એક્ટિવા સહિત 65,460નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળેલ માહિતી મુજબ પેટ્રોલિંગમાં રહેલી વાંકાનેર સીટી પોલીસ ટીમને અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી ચેતનભાઈ નાનજીભાઈ ગોહેલ અને અરજણભાઈ રવાભાઈ લામકા નામના શખ્સ તીનપતિનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જ્યારે આરોપી સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા અને અકિલ મતવા નામના બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.25,460 રોકડા કબ્જે કરી 40 હજારનું એક્ટિવા પણ ગુન્હાના કામે કબ્જે લઈ કુલ રૂપિયા 65,460નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

રાતાવીરડા ગામની સીમમાં દારૂ સાથે બે ઝડપાયા
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં કેપ્રોન સિરામિક પાસેથી આરોપી વસંત શામજીભાઈ મકવાણા રહે. વિજયનગર મોરબી વાળાને બિયરના 3 ટીન કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં કલર ચોકડી પાસેથી પોલીસે આરોપી હિતેશ જીલાભાઈ ઉકેડીયા રહે.રાતાવીરડા વાળાને પણ ત્રણ બિયરના ટીન કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી…