બુધવારે યાર્ડમાં રજા
વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે…
મળેલ માહિતી મુજબ પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો ગોળકુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા (૧) જગદીશભાઈ કરમશીભાઈ કુણપરા (ઉ.વ.૫૦) રહે.પલાસ
(૨)જગાભાઈ કાળુભાઈ કુણપરા (ઉ.વ.૪૪) રહે.પલાસ તથા (૩) અલ્પેશભાઈ રણછોડભાઈ ધરોડીયા (ઉ.વ.૩૩) રહે.પલાસ વાળાને કુલ રોકડા રૂપીયા-૬૧,૬ ૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ છે અને જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે.
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ લોકરક્ષક અજયસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા રવીભાઈ કલોત્રા દ્વારા કરવામાં આવી હતી..
બુધવારે યાર્ડમાં રજા
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે મોહરમના પર્વ નિમિતે રજા જાહેર કરવામાં આવી છે યાર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૧૭ ને બુધવારના રોજ મોહરમના તહેવાર નિમિતે જાહેર રજા હોય જેથી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેથી યાર્ડ સાથે સંકળાયેલ સંબંધકર્તાઓએ નોંધ લેવા જણાવ્યું છે