રાતાવીરડાનો શખ્સ છરી સાથે પકડાયો
વાંકાનેર: રસાલા રોડ ઉપર આવેલ દુકાનો પાસે મોડી રાત્રીના દુકાનો પાસે આંટાફેરા કરતો પોલીસે પકડેલ છે, બીજા બનાવમાં રાતાવીરડાના શખ્સને છરી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનના પોલીસ કોન્સ. રાણીંગભાઈ નાજભાઈ ખવડએ વાંકાનેર રસાલા રોડ ઉપર આવેલ દુકાનો પાસે ધનસિંગભાઇ લાલસિંગભાઇ લોધા રજપુત (ઉ.વ.૫૮) રહે-આરોગ્યનગર ટાંકીવાળી શેરી વાંકાનેર વાળા મોડી રાત્રીના અંધારાનો લાભ લઇ દુકાનો પાસે આંટાફેરા કરતો મીલકત સંબધી કોઇ કોગ્ની ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા તેની સામે જી.પી.એકટ કલમ-૧૨૨-સી મુજબનો ગુન્હો નોંધેલ છે…
રાતાવીરડાનો શખ્સ છરી સાથે પકડાયો
બીજા બનાવમાં જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પો.સ્ટે. અના. પો.કોન્સ. રાજેશભાઈ ફુલાભાઈ પલાણીએ રાતાવીરડા ગામની સીમ કલર ટાઇલ્સ સીરામીક પાસે રોડ ઉપર ભુપતભાઈ પ્રેમજીભાઈ ભવાણીયા (ઉવ.૪૦) રહે. રાતાવીરડા વાળાને છરી સાથે પકડી ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭-૧, ૧૩૫ મુજબ તથા મહે. જીલ્લા મેજી, સા, મોરબી નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો નોંધેલ છે…
