થાનના વેલાળા ગામના શખ્સને ડિલિવરી કરવા આવતા જ દબોચ્યા
વાંકાનેર : વાંકાનેર પંથકમાં ચોટીલા અને થાનગઢ પંથકમાંથી મોટાપાયે દેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે જોધપર નજીકથી ટાટા ટીગોર કારમાં 625 લીટર દેશી દારૂ ભરી ડિલિવરી કરવા આવેલા બે શખ્સને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જોધપર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે -33 – બી – 8866 નંબરની ટાટા ટીગોર ગાડી રોકી તલાશી લેતા કારમાંથી આરોપી નાગભાઈ ઉર્ફે નાગરાજ નકુભાઈ ધાધલ

અને ભાભલુભાઈ શિવકુભાઈ કરપડા રહે.વેલાળા તા.થાનગઢ જિલ્લો.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી દેશી દારૂના 125 બુંગિયા ભરેલ 625 લીટર મળી આવતા પોલીસે 12,500ની કિંમતનો દેશી દારૂ અને 3 લાખની કિંમતની કાર મળી 3,12,500નો મુદ્દામાલ કબ્જે કરી

પ્રોહીબિશન એકટ મુજબ બન્ને આરોપીને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
