ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
વાંકાનેર: અહીં લીમડા ચોકમાં આવેલ હાજીઅલી ચેંબર પાસે રાત્રીના એક શખ્સને આંટાફેરા કરતો પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ ડો. ધરોડીયા સાહેબના દવાખાના પાછળ અરૂણોદય સોસાયટી ઝુપડામાં રહેતો રાહુલભાઈ ફુલાભાઇ ચૌહાણ (ઉ.20) ને રાત્રીના અંધારામાં લીમડા ચોકમાં આવેલ હાજીઅલી ચેંબર પાસે બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ દાખલ થયો છે…

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
(1) હસનપર શક્તિપરામાં રહેતા અશોક જેસીંગભાઇ ખાભરા (2) મહિકાના વિજય લાધાભાઇ વાઘાણી (3) વાંકાનેર વોરાવાડમાં રહેતા અમીર નુરુદીનભાઈ પટેલ (4) માટેલ હનુમાન મંદિર પાસે રહેતા હીરા ભીખાભાઇ ચાવડા (5) માટેલના લાલજી બેચરભાઈ સરાવાડીયા (6) માટેલના જગદીશ રમેશભાઈ સરાવાડીયા અને લિંબાળાના જગા નાગજીભાઈ ગમારા વિરુદ્ધ ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….
