કોટડા નાયાણીમાં રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો
નવાપરાનો શખ્સ વરલીફીચરના આંકડા લખતા પકડાયો
ઢુવા ચોકડી પાસે રોડ પર નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયો
વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણીનો એક શખ્સ વેચાણના ઇરાદે રાખેલ રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો છે તો નવાપરાનો એક શખ્સ વરલીફીચરના આંકડા લખતા ઢુવા પાસેથી પકડાયો છે અને ઢુવા ચોકડી પાસે રોડ પર નશાની હાલતમાં વાહન ચલાવતા એક યુવાન પકડાયો છે….
વાંકાનેર નર્સરી ચોકડી પાસે ભોજપરા રોડ ઝુપડામાં રહેતો મુળ રહે.નવા ઢુવા કરસનભાઇના દવાખાના પાછળ વાળો રાત્રીના અંધારામા રસાલા રોડ પર આવેલ બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે, કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ કોન્સ દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી…
ઢુવા ચોકડી પાસે રોડ પર નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયો
ઢુવા ચોકડી પાસે રોડ પર શૈલેષભાઈ મુન્નાભાઈ ચૌહાણ જાતે આદીવાસી (ઉ.વ.૨૭) રહે. સિધ્ધગામ તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) હાલ રહે. સિસર ઈન્ડીયા સીરામીક નેશનલ હાઈવે ઢુવા તા.વાંકાનેર વાળો ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળા બજાજ કંપનીનું પ્લસર ૧૨૫ સી.સી. રજી નંબર MP-69-ZD-2008 કિ રૂ. ૩૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી. એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧) તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે..ના આર્મ પો.કોન્સ શક્તિસિંહ દીલીપસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી…
કોટડા નાયાણીમાં રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીના ગોકુલનગર સો વારિયા પાસે નદીના પટમાં હરેશભાઈ જેન્તીભાઇ સોલંકી (ઉ.29) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગ૨ પ્લાસ્ટિકના બુંગીયા ૦૫ લીટરની ક્ષમતાવાળા નંગ.૦૩ દેશી દારૂ લીટર-૧૫ કી.રૂ.૩૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબ નોંધાયો છે…
નવાપરાનો શખ્સ વરલીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા નજીક ગેલ ભવાની હોટલ પાસેથી આરોપી કેતનભાઈ છગનભાઈ ગાગડીયા (ઉ. 36) રહે.નવાપરા, પંચાસર રોડ વાંકાનેર વાળાને વરલીફીચરના આંકડા લખતા રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

