વાંકાનેરમાં કણકોટ અને માટેલમાં દારૂ વેંચતા એક પુરુષ તથા એક મહિલાને પોલીસ ખાતાએ ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ આરોપી રમેશભાઇ જીવાભાઇ દારોદરા કણકોટ ફુલેત્રા સ્ટીલ કંપનીના જવાના ખુલી જગ્યામા રૂપિયા ૧૦૦ની કિમતના ૦૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
બીજા બનાવમાં આરોપી શાંતુબેન લાભુભાઇ માથાસુરીયા માટેલ એસ્કોન સીરામીક બાજુમાં તળાવના કાંઠે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.