કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરાપર પાસેથી દારૂની હેરફેર કરતો પકડાયો

ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને પકડયો છે.

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

મળેલ માહિતી પ્રમાણે ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા આરોપી ભગવાનજી મનજીભાઈ વાઘેલા રહે.ટંકારા વાળાને 14 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 280 તેમજ 15 હજારના બાઈક સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 15,280નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા અને દુધનો ધંધો કરતા ફરિયાદી જતીન મનસુખભાઇ દેસાઈ ઉ.31 નામના યુવાને આરોપી ઇન્દ્રનીતસિંહ જાડેજા પાસેથી ત્રણ મહિના પહેલા સાડા ચાર લાખ હાથ ઉછીના લીધા હોય ઇન્દ્રજીતસિંહે રૂપિયા તાત્કાલિક પરત આપી દેવા કહેતા જતીને થોડા સમય બાદ કટકે કટકે રૂપિયા આપવા કહ્યું હતું. દરમિયાન જતીન અને તેમના પત્ની ટંકારાથી ધંધાના કામે પરત મોરબી જતા હતા ત્યારે એક આઈ ટવેન્ટી અને સ્વીફ્ટ કારમાં ધસી આવેલા આરોપી ઇન્દ્રજીતસિંહ જાડેજા, દિવ્યેશ પટેલ અને અજયસિંહ ઝાલા તેમજ એક અજાણ્યા શખ્સે જતીનનું છોટા હાથી ઉભું રાખવી તારે પૈસા ક્યારે દેવાના છે કહી ફડાકા ઝીકી દઈ જતીનની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!