કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળામાં પાણીની ચોરી કરતો ઝડપાયો !!

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ બાબતે પાણીની લાઈનના કોન્ટ્રાકટર દ્વારા ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાણી ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે…

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજનાની પાણીની પાઇપ લાઇન નાખવામાં આવેલ હોય, જે પાણીની પાઇપલાઈનમાં કાછીયાગાળા ગામના સર્વે નંબર 177 પૈકી 7 પૈકી 1ના વાડી માલિક અશોક પરસોતમ અણિયારિયા દ્વારા લાંબા સમયથી ભંગાણ કરી પાણી ચોરી કરવામાં આવતી હતી આ બાબતે પાણી પુરવઠા બોર્ડના ઈજનેર અને વાલ્વમેન દ્વારા

પાઈપલાઈનના નિભાવણી કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી પેઢીને જાણ કરવામાં આવતાં કોન્ટ્રાકટર તરફથી કર્મચારી રવિરાજસિંહ દોલતસિંહ બારડએ ફરિયાદી બની ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા અધિનિયમ ૨૦૧૯ની કલમ ૧૦, ૧૧ તથા ૧૧૬ તેમજ ધ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ તથા આઇપીસી કલમ ૪૩૦ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે કટલેરીની દુકાન ચલાવતા એક વેપારીએ પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક જય અંબે કટલેરી સ્ટોર ચલાવતા વેપારી યુવાન ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની (ઉ.વ. ૩૪, રહે. મકનસર, મોરબી) એ તેની પાડોશમાં દુકાન ચલાવતા આરોપી રણજીત સોમાભાઈ કોળી(રહે. ઢુવા) પાસેથી આઠેય મહિના પહેલા હાથ ઉછીના કુલ રૂ. ૫૩,૦૦૦ લીધેલ હોય, જેમાં રોજના એક હજારના હપ્તેથી રૂ. ૮,૦૦૦ પરત કર્યા બાદ સતત ત્રણ મહિના સુધી દુકાને નહી જતાં બીજા પૈસા પરત નહીં કરી શકતા, આ બાબતે ફરિયાદી યુવાનની દુકાન ચલાવતી સાહેદ મોનીકાબેન પાસે આરોપીએ પૈસાની ઉઘરાણી કરી અવારનવાર ધમકી આપતા હોય, જે

બાદ ગઇકાલે યુવાન તેની દુકાને ગયેલ હોય અને ત્યાંથી ઢુવા ચોકડીએ ચા પી પરત ફરતો હોય ત્યારે આરોપી નીલેશભાઈ સોમાભાઈ કોળી અને જયસુખ મનસુખભાઇ લીંબડીયા ઢુવા ચોકડીથી યુવાનનું કાળા કલરની સ્વિફ્ટ કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ માર મારી, પૈસાની ઉઘરાણી કરી ખીસ્સામાંથી રૂ. ૧૫૦૦ પડાવી લીધા હતા. આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!