વાંકાનેર: સીટી પોલીસ ખાતાએ મોમીન શેરીના એક શખ્સને વર્લી ફીચરના આંકડા લખતા પકડી પાડયો છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ગ્રીનચોકમાં વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોકકસ બાતમી મળતા ગ્રીનચોકમાં આવી વર્લી ફીચરના આંકડા “મીલન બં” ના લખતા શબીરભાઈ ઉર્ફે પોન્ટીંગ ઈસ્માઈલભાઈ ભદ્રાસીયા જાતે-પીંજારા (ઉ.વ.૨૭) રહે. વાંકાનેર મોમીન શેરી વાળને ઝડપી પડેલ છે અને એમની અંગ ઝડતી કરતા રોકડા રૂ.૪૧૦/- કબ્જે કરેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારાકલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.