વાંકાનેર: મિલપ્લોટ ચોક પાસેની દુકાનો પાસે રાતના એક ઈસમ શંકાસ્પદ હાલતમા પો.કોન્સ વાંકાનેર સીટી પો.સ્ટે ધર્મરાજભાઈ પ્રવીણભાઈ કિડીયા તથા પો .કોન્સ જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ પકડેલ છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાત્રીના સાડા બાર વાગ્યે મિલપ્લોટ ચોક પાસેની દુકાનો પાસે પોલીસ સ્ટાફ પહોચતા એક ઈસમ શંકાસ્પદ હાલતમા
દુકાનો પાસે આંટાફેરા કરતા જોવામા આવતા અને તેને રોકી પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા નહોતો આથી તે નવઘણભાઈ ભલુભાઈ વિકાણી જાતે- દેવીપૂજક (ઉ.વ.૩૦) રહે. દેવીપૂજકવાસ ખડીપરા નવાપરા વાળાને મોડીરાત્રીના અંધારાનો લાભ લઈ
મિલકત સંબધી કોઈ કોગ્ની ગુન્હો કરવાના ઈરાદે મળી આવતા જી.પી.એકટ કલમ-૧૨૨-સી મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર ફરિયાદ થયેલ છે.
દારૂ સાથે:
જીનપરા શેરી નં 12 ના જનક પરસોતમ બાવળીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
ભાટિયા સોસાયટીના મહેશ શામજીભાઈ ડાભી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો