કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મેસરીયા રોડ પરથી વિદેશી સાથે ઝડપાયો

દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ

વાંકાનેર: મેસરિયા બોર્ડથી મેસરીયા ગામ તરફ જતા રોડ પર સેન્ટબેરી કારખાના પાસે એક ઇસમને પોલીસ ખાતાએ ઝડપ્યો છે.

જાણવા મળ્યા મુજબ મેસરીયા રોડ પર અજીતભાઇ બાબુભાઇ તકમરીયા જાતે કાઠી દરબાર (ઉ.વ.૩૧) રહે. જાનીવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળા પાસેથી મેકડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ, ૭૫૦ એમ.એલ.ની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૩ મળી આવતા કુલ કિ.રૂ.૧,૧૨૫/- ના મુદ્દામાલ સાથે કબ્જે કરેલ છે. આ કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, પો.કોન્સ. વીજયભાઇ ડાંગ૨ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલાએ કરી હતી.

દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ
વાંકાનેર તાલુકાનાં લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે ખરાબમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને ૧૪,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર ત્યાં હાજર મળી આવતા તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમને લાકડધાર ગામ પાસે આવેલ તળાવ નજીક ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૮ બોટલો તેમજ બિયરના ૪૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને કુલ મળીને ૧૪,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર હાજર મળી આવતા પોલીસે તેને કબજામાં લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં તેની પાસેથી મહેશ ઉર્ફે ભૂરો ભનાભાઈ અણીયારા જાતે કોળી રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂ અંગેના અન્ય ગુન્હા:
વાંકાનેર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ ઝુંપડામાંથી કોમલબેન રમેશભાઈ વજાલીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો. પચ્ચીસ વારિયા ઉમંગ પણ સામે રહેતા બશીર નૂરશા જાતે ફકીર (મૂળ ધોરાજી) અને અગાભી પીપળીયાના મગન ખીમજીભાઈ પરમાર પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!