તીથવાના મહિલાને બાઈક સ્લીપ થતા ઈજા
સમઢીયાળા ગામ પાસે મોટર સાયકલ હડફેટે લેતા ઇજા
વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) હથિયાર રાખી આંટાફેરા મારતા શખ્સને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. મોરબીની ટીમે પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ એસ.ઓ.જી. મોરબીને બાતમી મળેલ કે શરીરે આછો દુધીયા કલરનો જેમાં કાળા તથા સફેદ કલરની ડીઝાઇન વાળો આખી બાયનો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે ઇસમ ઢુવા ચોકડી પાસે એ.કે. હોટલ પાસે, રવિરાજ પાનની કેબીન પાસે આંટાફેરા મારે છે અને તેના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) હથિયાર છે…

આથી સાગરભાઇ ચતુરભાઈ દારોદા રહે. વીસીપરા (અમરેલી રોડ, મોરબી) વાળા ને ગેરકાયદેસર રીતે કોઇપણ જાતના લાયસન્સ કે પરવાના વગરની દેશીહાથ બનાવટનો તમંચો (કટ્ટો) હથિયાર નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/- ની પોતાના કબ્જામાં રાખી જાહેરમાં નીકળતા બાતમી આધારે મળી આવી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના ઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ અને ગુન્હો આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી), એ તથા જી.પી.એકટ કલમ ૧૩૧૩૫ મુજબ નોંધાયો છે….
તીથવાના મહિલાને બાઈક સ્લીપ થતા ઈજા
વાંકાનેર તાલુકાના તીથવા ગામના હસીનાબેન અબ્દુલભાઈ શેખ નામના 56 વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે તીથવા ગામે બાઈક સ્લીપ થતા ઈજા પામતા તેમને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા.
સમઢીયાળા ગામ પાસે મોટર સાયકલ હડફેટે લેતા ઇજા
બીજા બનાવમાં હળવદના સુસવાવ ગામના વતની નિલેશભાઈ મનસુખભાઈ મોરી નામનો ૩૧ વર્ષનો યુવાન વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ પાસેથી મોટર સાયકલ લઈને જતો હતો તે સમયે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
